દક્ષિણ ગુજરાત શિક્ષણ સમાજ કુંભારિયા, સંચાલિત અંબાબા કોમર્સ કોલેજ, મણીબા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ દેવીબા ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કૉલેજ, સાબર ગામ માં “વિચાર ગોષ્ઠી” અંતર્ગત ગુરુવંદના કાર્યક્રમનું આયોજન
તા. 30-07-2024 ને મંગળવાર ના રોજ આચાર્યશ્રી ડૉ. ફાલ્ગુની એમ. ઠક્કર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું.
જેમા શ્રીમતી સુનિતા કવૉ દ્વારા ‘ભારતીય સંસ્કૃતિ મા ગુરુ-પરંપરા અને ગુરુનુ મહત્વ’ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરુઆત પ્રાર્થનાથી થઈ હતી. એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો. તેજસ બી શાહ એ પૂર્વભૂમિકા રજુ કરી હતી. વક્તાશ્રી નો પરિચય એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા. શૈલેષ પાંધી એ આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ નાં સ્વયંસેવકો/સેવિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.