તા.૧૯-૦૨-૨૦૨૪ ને સોમવારના રોજ અંબાબા કોમર્સ કોલેજ, એમ.આઈ. બી.એમ. એન્ડ ડી.આઇ.સી.એ. સાબરગામ, સુરત માં આચાર્યશ્રી ડો. ફાલ્ગુની એમ. ઠક્કરના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ યુનિટ દ્વારા શ્રી શિવાજી જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અને આરતીનો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડો. તેજસ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત માજી સૈનિક શ્રી નરેન્દ્ર ભાઈ પટેલ નુ સ્વાગત NSS પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક શૈલેષ પાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી નરેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓને સૈનિક તરીકેના તેમના અનુભવ જણાવ્યા હતા તથા ભારતીય સેનામાં દાખલ થવા અંગે જરૂરી માર્ગદર્શન ઊંડાણ પૂર્વક આપ્યું હતું.ઉપસ્થિત કાર્યક્રમમાં સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થી મિત્રોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.