આજ રોજ તારીખ 15/ 8 /2024 ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 78 માં સ્વતંત્રતા દિન નિમિત્તે સવારે 8:00 કલાકે અંબાબા કોમર્સ કોલેજ , મણીબા ઇન્સ્ટિટયૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ અને દેવીબા ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર તેજસ બી શાહ તથા બી.કોમ., બી.બી.એ., બી.સી.એ. અને એમ.કોમ.ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ વિદ્યાર્થીઓએ શરૂઆતથી લઈ અંત સુધી ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનો ઉત્સાહપૂર્વક આનંદ માણ્યો હતો.